Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત વાયબ્રન્ટ સમિટની જેમ પતંગોના તહેવાર ઉતરાણ માટે સુસજજ અને વાયબ્રન્સીયુ બની ગયું છે. સીઝનલ દુકાનોમાં છેલ્લી ઘડીએ એક કે બે કોડી પતંગ અને ફિરકીની સાથે ગુંદરપટ્ટી ખરીદવા ધસારો જામ્યો છે. ઉતરાણના દિવસે આખુ અમદાવાદ ધાબે હોય છે. હવે તો પોળોમાં ધાબા ભાડે આપવાનો નવો હાથવગો બિઝનેસ પણ આ અમદાવાદીઓએ વિકસાવ્યો છે. ઉતરાણ હોય અને ઊંધિયુ ના ખવાય એ તો કેમ ચાલે..? 14 જાન્યુ.એ અમદાવાદમાં અને ખાસ કરીને સુરતમાં તો વધારે પ્રમાણમાં ઊંધિયુ વેચાશે. પિપૂડાના કર્કશ અવાજ વચ્ચે તેરી આંખ્યો કો યો કાજલ....સહિત જુના-નવા ગીતોની રમઝટ વચ્ચે કચરિયુ ઝાપટી લેવું કે બોર ખાવા અને ચિક્કીનો ચમકારો ચાખવો તેની તો મજા જ કાંઇક ઓર છે. 108 ઇમરજન્સી સેવા પણ વધારે પ્રમાણમાં ખડે પગે છે. પતંગની દોરીથી બચવાના વિવિધ ઉપાયો પણ ઘણાંએ અપનાવ્યાં છે. અમદાવાદ ઉતરાણપછી વાસી ઉતરાણ પણ ઉજવવાની પરંપરા રહી છે.હાથમાં થોડીક માટી કે ધૂળ લઇને ઉડાડો અને પવનની ગતિ કઇ તરફ તે જોઇને પતંગને આકાશે ચગાવવા માટે આબાલવૃધ્ધ સૌ તૈયાર. સ્થાનિક એફએમમાં આ ગીત પણ વાગતું હશે-ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...ચલી બાદલો કે પાર હોકે ડોર પે સવાર...ચલી..ચલી..રે...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ