Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માંસના નિકાસકાર મોઇન કુરેશીના કેસની તપાસ ખોરંભે ચડાવવા માટે લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહેલા સીબીઆઈના પૂર્વ નંબર ટુ રાકેશ અસ્થાનાને દિલ્હી હાઇકોર્ટે મોટો આંચકો આપ્યો છે. શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે પોતાની વિરુદ્ધનો કેસ રદ કરવાની માગ કરતી રાકેશ અસ્થાનાની અરજી રદ કરતાં જણાવ્યું હતું કે રાકેશ અસ્થાના સામે મુકાયેલા લાંચના આરોપોની તપાસ કરવામાં આવે. દિલ્હી હાઇકોર્ટના જજ નાજમી વઝીરીએ સીબીઆઈના રજા પર ઉતારી દેવાયેલા સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવેન્દરકુમાર અને કથિત વચેટિયા મનોજપ્રસાદ સામેનો કેસ રદ કરવાનો ઇનકાર કરતાં અસ્થાનાને ધરપકડ સામે અપાયેલું સંરક્ષણ પણ પાછું ખેંચી લીધું હતું તેથી હવે આ લાંચકેસમાં રાકેશ અસ્થાનાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ