ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થવાના મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ યોજનાનો બચાવ કર્યો છે. જિનપિંગે ક્હ્યુ છે કે બેલ્ડ એન્ડ રેડ ઈનિશિયેટિવ યોજનાનો ઉદેશ્ય ભૂ-રાજકીય હિતો સાધવાનો નથી. પરંતુ પીઓકે જેવા વિવાદીત વિસ્તારમાં યોજનાને લઈને ચીન ચિંતિત છે.