Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીમાં કોંગ્રેસના એક સમયના સૌથી કદાવર અને વગદાર નેતા અને હવે ભાજપના એવા એન.ડી. તિવારીએ ચીર વિદાય લીધી છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેઓ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના 3 વખત સીએમ બન્યા હતા. યુપીમાંથી અલગ રાજ્ય બનેલા ઉત્તરાખંડના પણ તેઓ સીએમ બન્યા હતા. અને બે અલગ અલગ રાજ્યોના સીએમ બનનાર પણ તેઓ પ્રથમ હતા. હું તિવારીનો પુત્ર છું ..એવા એક યુવાનના દાવાને લઇને તિવારી વિવાદમાં આવ્યાં હતા. જો કે છેવટે ડીએનએ ટેસ્ટના પગલે તેમને સ્વીકાર્યું પડ્યું હતું કે એ યુવાન તેમની બીજી  પત્ની ઉજ્જવલા શર્મા થકી થયેલો  તેમનો જ પુત્ર છે. આ વિવાદ એવો થયો હતો કે છેવટે 88 વર્ષની ઉંમરે તિવારીને ઉજ્જવલા સાથે જાહેરમાં લગ્ન કરવા પડ્યા અને તેમને પત્નીનો કાયદેસરનો દરજ્જો પણ આપવો પડ્યો હતો. કોંગ્રેસ દ્વારા  તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યાં ત્યારે પણ  તેઓ રાજભવનમાં કેટલીક મહિલાઓ સાથેના સંબંધોને લઇને વિવાદમાં સપડાયા હતા. છેવટે તેમને રાજભવનમાંથી દૂર કરાયા હતા. આવા  વિવાદી નેતાને થોડાંક સમય પહેલા ભાજપના નેતાઓએ ચૂંટણીના સમયે પ્રવેશ આપ્યો હતો. નોંધનીય છે કે યોગાનુયોગ આજે જ તિવારીનો જન્મદિન હતો. અને પોતાના જન્મદિને જ તેમણે અંતિમ વિદાય લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ