Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટનમાં ઇવીએમ હેકાથોન ઇવેન્ટમાં ભારતમાં ચૂંટણીમાં વપરાતા ઇવીએમ પર ગંભીર આરોપ મુકાયા બાદ મંગળવારે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આરોપ મૂક્યો હતો કે ઇવીએમ હેકાથોન કોંગ્રેસ પ્રાયોજિત હતી. ઇવીએમ હેક કરી શકાય છે તેવા દાવાને ઉઘાડો પાડી દઈશું. કોંગ્રેસ ૨૦૧૪માં ભારતની જનતાએ આપેલા જનમતનું અપમાન કરી રહી છે. શું કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત ઇવેન્ટ ભારતના જનમતનું અપમાન કરવા માટે હતી? કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ કાર્યક્રમમાં શું કરી રહ્યાં હતાં? કપિલ સિબ્બલ તે ઇવેન્ટને મોનિટર કરી રહ્યાં હતાં. કોંગ્રેસને અત્યારથી લાગી રહ્યું છે કે તે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હારવાની છે તેથી આ પ્રકારના કાર્યક્રમો કરાવી રહી છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે સૈયદ શૂજાના આરોપો સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, શૂજાએ દાવો કર્યો છે કે તે ઇવીએમ ડિઝાઇન કરનારી ટીમનો સભ્ય હતા અને ભારતની ચૂંટણીમાં વપરાતા ઇવીએમ હેક થઈ શકે છે. તેથી તેની તપાસ થવી જોઈએ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ