Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકમાં ભાજપે કુમારાસ્વામી-કોંગ્રેસ ગઠબંધન સરકારથી અસંતુષ્ટોને પોતાના પક્ષે કરી રાજ્યમાં સરકાર રચવા ઓપરેશન લોટસ શરૂ કરતાં રાજકીય અંધાધૂંધી ચરમસીમા પર પહોંચી હતી.  મંગળવારે બે અપક્ષ ધારાસભ્યો એચ. નાગેશ અને આર શંકરે કુમારાસ્વામીના નેતૃત્વ હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલ વજુભાઇ વાળાને પાઠવવા જાહેર કરેલા બે અલગ અલગ પત્રોમાં બંને ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક અસરથી કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લઇએ છીએ. બંને ધારાસભ્યોએ પત્રકારોને જણાવ્યું હતું કે, હવે અમે ભાજપને સમર્થન આપીશું. અમને આશા છે કે ભાજપ અમને આવકારશે. બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળવા દોડી ગયેલા સીએમ કુમારાસ્વામીએ જણાવ્યું હતું કે, મને પૂરતા ધારાસભ્યોનું સમર્થન છે અને મને કોઇ બાબતની ચિંતા નથી. હું મારી ક્ષમતાથી વાકેફ છું અને અમારી સરકાર સ્થિર છે. હું અત્યારે કર્ણાટકની ન્યૂઝ ચેનલો પર ચાલી રહેલા એપિસોડની મજા માણી રહ્યો છું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ