Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગાંધીનગર ખાતે આજે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને વિધાનસભા ઘેરાવ માટે સત્યાગ્રહ છાવણીથી જાહેરસભા યોજ્યા બાદ કૂચ કરતાં અગાઉથી તૈનાત પોલીસે રેલી હજુ તો આગળ વધે તે પહેલાં જ ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોને રોકીને તેમની અટકાયત કરવાનું શરૂ કરતાં જોતજોતામાં પોલીસ અને કાર્યકરો વચ્ચે સંતાકૂકડી જોવા મળી હતી. પોલીસે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અગ્રણી અર્જુન મોઢવાડિયા સહિત તમામ નેતાઓને પકડી પકડીને બસમાં બેસાડીને લઈ ગઇ હતી. જો કે તે પહેલા કાર્યકરો પોલીસની બસ પર ચઢી ગયા હતા. પોલીસે રોષે ભરાયેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. કાર્યકરોએ ભારે બંગામો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અટકાયત બાદ અવસર વિતતા તમામ નેતાઓ અને કાર્યકરોને છોડી દેવામાં આવ્યાં હતા. ત્યાંથી ધારાસભ્યો વિધાનસભા જવા રવાના થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ