Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વોટર પ્યુરીફાયર અને એન્ટી બેક્ટેરીયલ સાધનોમાં થઇ રહેલા સંશોધનોએ ચાંદીના નવા ઔદ્યોગિક ઉપયોગોનું વિસ્તરણ કર્યું

લગડી અને કોઈન સ્વરૂપની ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરની ચાંદીની માંગ તો વાઈલ્ડ કાર્ડ

૨૦૧૯મા ચાંદીના દિશાદોર નિર્ધારણમાં મોટાભાઈ સોનુ કઈ રીતે ઉપરનીચે થાય છે તે જોવાનું મહત્વનું થઇ પડશે. સોનુ અત્યારે ટૂંકાગાળાની તેજીના માર્ગે આગળ વધી રહ્યું છે અને જો આગામી દિવસો અને મહિનાઓમાં તે તેજીની રાહે નીકળી પડશે તો, ચાંદી પણ તેનું અનુસરણ કરશે. ડોલર અત્યારે તેની નવી ઉંચાઈએ છે અને ચાંદી બોટમ આઉટ થવા ઉતાવળી થઈ છે, શક્યતા એવી છે કે બન્નેમાં હવે ઉલ્ટાસુલ્ટી વલણ જારી રહેવાનું જોખમ વધી ગયું છે. ડોલર સામે ચાંદી સાવ નકારાત્મક સંબંધ ધરાવે છે અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ સામે હકારાત્મક બની છે, ઘટનાએ ચાંદીને લાંબાગાળાનાં સુધારા તરફ આગળ વધવા તૈયાર કરી દીધી છે. નબળો પડતો ડોલર ચાંદી માટે સૌથી વધુ શુભ સમાચાર બની રહેશે.

૨૦૧૮મા કોમેકસ ચાંદી વાયદો, બે ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ઘટાડા સાથે નબળો પુરવાર થયો છે. ૨૦૧૮માં ચાંદીએ ઘટીને લાંબાગાળાના મજબુત ટેકનીકલ સપોર્ટ લેવલ સુધી ટચ કરી લીધા છે. ચાંદી માટે સારા સમાચાર છે. ૧૪ નવેમ્બરે ચાંદીમાં બનેલી ૧૩.૯૩ ડોલરની ત્રણ વર્ષની  બોટમ પછી, લગભગ ડોલર સુધી રીબાઉન્ડ થઇ છે. ચાંદીના સર્વાંગી ટેકનીકલ પાસાને ધ્યાનમાં રાખીને તેજી અને મંદીવાળા અડધો ગ્લાસ ભરેલો અને અડધો ખાલી તરીકે જોઈ શકે છે. મંદીવાળા વાજબી રીતે કહી શકે છે કે લાંબાગાળાનો ડાઉન ટ્રેન્ડ હજુ અખંડ છે. ભાવના ઐતિહાસિક ચાર્ટ એવું દાખવે છે કે બજારે ઐતિહાસિક હાઈ અને લોને સ્થાપિત કરી લીધા છે, વાસ્તવિક ઘટના પોતાની તરફેણમાં હોવાનું કહીને તેજીવાળા ઉક્ત દલીલનો પ્રત્યુત્તર વાળી શકે છે.

સોનાથી વિપરીત ચાંદીની ૬૦ ટકા માંગ ઉદ્યોગો તરફથી આવે છે. ચાંદીની મહત્તમ માંગ અત્યારે ઈલેક્ટ્રોનિક અને સોલાર પેનલ ઉદ્યોગમાંથી આવે છે, સાથે નવાનવા એપ્લીકેશનોની શોધ હવે રોજીંદા ધોરણે થવા લાગી છે. વોટર પ્યુરીફાયર અને એન્ટી બેક્ટેરીયલ જેવા સાધનોમાં સતત થઇ રહેલા સંશોધનોએ ચાંદીના નવા ઔદ્યોગિક ઉપયોગોનું વિસ્તરણ કર્યું છે. બધું ત્યારે બની રહ્યું છે જયારે, ફેબ્રુઆરી ૨૦૧૪ની ૨૧.૨૦ ડોલરની ઊંચાઈએથી ભાવ પાછા ફર્યા ત્યાર પછી ખાણ ઉત્પાદન સતત ઘટતું આવ્યું છે. જ્વેલરી અને ઔદ્યોગિક સેક્ટરની માંગનું માપ તો કાઢી શકાય છે પણ બાર અને કોઈન સ્વરૂપની ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરની ચાંદીની માંગ તો વાઈલ્ડ કાર્ડ જેવા છે.

ચાંદીમાં તેજી માટેનું અન્ય એક કારણ છે વધતો ફુગાવો. ફુગાવો માપવાના અનેક આયામો છે, અને આપણામાંના ઘણા એવા છે કે જેઓ સરકારી સત્તાવાર ફુગાવાના આંકડા સાથે સહમત નથી થતા. ઉંચો ફુગાવાદર રોકાણકારોને કીમતી ધાતુ તરફ આકર્ષિત કરે છે. સોના કરતા ચાંદીમાં વેગથી ઘટેલા ભાવ પણ તેનું ભાવિ ઉજ્જવળ હોવાના સંકેત આપે છે. ગોલ્ડ સિલ્વર રેશિયો (સોનાના ભાવને ચાંદીના ભાવથી ભાગાકાર કરતા આવતો દર) લાંબાગાળાના ચાંદીના ભાવ શું હોવા જોઈએ? તેનું આકલન કરવાનું ઉત્તમ માધ્યમ છે. આમ સર્વાંગી રીતે જોવા જઈએ તો ચાંદીમાં રોકાણ કરવાનો કેસ મજબુત

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ