Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગીરના જંગલમા કેનાઈન ડિસ્ટેમ્પર જેવા કાળમુખા વાઈરસથી સિંહોના મોતની દુર્ઘટના પછસ વનવિભાગ એવો બચાવ કરે છે કે ભૂતકાળમાં સિંહોમા આવો વાઈરસ કદિ જોવા મળ્યો ન હતો એટલે આપણે દેશ-વિદેશથી દવા અને નિષ્ણાંતો માટે દોડવું પડયું છે, હકીકતમાં આ વાત એક સફેદ જૂઠ છે. કારણ કે ૨૦૧૨થી ૨૦૧૭ સુધીમા દેશમા પ્રાણીઓના સેમ્પલ લેવાયા તેમા ૫૪ સિંહોમા કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા.
ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટીટયૂટના સત્તાવાર આંકડા જણાવે છે કે પાંચ વર્ષમા સિંહોના ૯૮ સેમ્પલનું પરીક્ષણ કરવામા આવેલુ જેમા ૫૪ સિંહોમા કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જોવા મળેલા. ઉત્તરપ્રદેશના ઈટાવા સફારી પ્રોજેકટમા ૪ સિંહોના મોત બાદ એ સમયે બાકીના ૬ સિંહોને બચાવવા અમેરિકાથી રસી મંગાવવામા આવેલી એ સમયે વિશ્વના તજજ્ઞાોએ ગીરના સિંહો માટે ચિંતા વ્યકત કરી ચેતી જવા સલાહ આપેલી પરંતુ આગ લાગે પછી પણ કૂવો ન ખોદે તેવું નઘરોળ તંત્ર હાથ જોડીને બેઠુ રહ્યુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ