કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી તાકીદે અર્ધસૈનિક દળોની ૧૦૦ કંપનીઓ પરત બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની જમ્મુ-કાશ્મીરમાં કરાયેલી તહેનાતી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા બાદ ૧૦,૦૦૦ જવાનોને પરત બોલાવવાનો આદેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરવા સમયે કેન્દ્ર દ્વારા અર્ધ સૈનિક દળોની વધારાની ૧૦૦ કંપનીઓ તહેનાત કરવામાં આવી હતી. આ આદેશ સાથે જ ૧૦,૦૦૦ જવાનો આ અઠવાડિયે જ બેઝ ઉપર પરત ફરશે. પાછી ફરનારી કંપનીઓમાં સીઆરપીએફની ૪૦, બીએસએફની ૨૦, એસએસબીની ૨૦ અને સીઆઈએસએફની ૨૦ કંપનીનો સમાવેશ થાય છે. કેન્દ્રના તાજેતરના આદેશ બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ૬૦ બટાલિયન રહેશે. એક બટાલિયનમાં ૧૦૦૦ જવાન હોય છે.