સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે.