જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા બળોના એક કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં એક પોલીસ જવાન અને CRPFના બે જવાન શહીદ થઈ ગયા છે.
આતંકવાદીઓએ બારામુલાના ક્રેરી વિસ્તારમાં CRPF અને પોલીસની જોઈન્ટ પેટ્રોલિંગ ટીમ પર અંધાધૂધ ગોળીબાર કર્યો છે.
આ અંગે IG વિજય કુમારે જણાવ્યું કે, હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ પોલીસ ઓફિસર શહીદ થઆ ગયા છે. જ્યારે CRPFના બે જવાનો આ હુમલામાં ઘાયલ થયા હતા. જેમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું છે.
હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એવી બાતમી મળી છે કે, આતંકવાદીઓ હુમલાને અંજામ આપીને ગામમાં જ ક્યાંક છુપાયા છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ક્રેરી વિસ્તામાં સઘન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા બળના જવાનો પર ફાયરિંગ કર્યું હતું.
અગાઉ 14 ઓગસ્ટે પણ શ્રીનગરના બહારી વિસ્તાર નૌગામમાં પોલીસ કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 2 પોલીસ જવાનો શહીદ થઈ ગયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. નૌગામ વિસ્તારમાં 15 ઓગસ્ટ માટેની સુરક્ષામાં તૈનાત પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલાની યોજનાને અંજામ આપ્યો હતો.