આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે એક હોટલમાં આગ લાગતા 7 લોકોના મોત થયા છે. હોટલનો કોવિડ-19 ફેસિલિટી સેન્ટર તરીકે ઉપયોગ કરાતો હતો. અહીં 22 દર્દીની સારવાર ચાલી રહી હતી. 30 લોકોને બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે. હોટલને એક હોસ્પિટલે કોરોના દર્દીઓની સારવાર માટે ભાડે રાખી હતી.
કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.