ભારતે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને પગલે હવે પાક.ના કબજાવાળા પીઓકેમાં આઝાદીની ચળવળ વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમને કબજામાંથી મૂક્ત ના કર્યા તો ૧૯૭૧માં જેવા હાલ થયા હતા તેનો સામનો કરવો પડશે.