ફેસબુક અને વોટ્સએપ પર ભાજપ અને RSSનું નિયંત્રણ છે તેવા કોંગ્રેસના આક્ષેપ પછી આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. અમેરિકાના એક અખબારમાં ફેસબુક પર ભારતમાં ભાજપના નેતાઓની હેટ સ્પીચની અવગણના કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પછી ફેસબુકના અધિકારીઓ દ્વારા ખુલાસો કરાયો છે. સોશિયલ મીડિયા કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, આખા વિશ્વમાં અમારી નીતિ એકસરખી છે તેમાં કોઈ વહાલાદવલાની નીતિ ચલાવાતી નથી. અમે રાજકીય વગ ધ્યાનમાં રાખ્યા વિના જ નફરત ફેલાવતા તેમજ ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ મૂકીએ છીએ. અમે નિષ્પક્ષતા તેમજ સચોટ રીતે ખાતરી કરીને આ દિશામાં કામ કરીએ છીએ. જેનું નિયમિત ઓડિટ કરાય છે. અમે હિંસા ભડકાવતી તેમજ નફરત ફેલાવતી કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ અને સાઇટ પરથી તેને હટાવીએ છીએ. કોઈ પાર્ટીને ધ્યાનમાં રાખીને આ મુદ્દે નિર્ણયો લેવાતા નથી.