ભારતમાં માત્ર દિવસ આંશિક રાહત મળ્યા બાદ બુધવારે ફરીથી કોરોના વાયરસના (Coronavirus) નવા કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે નવા કેસોની સંખ્યા 55,079 હતી જેની સામે આજે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાતા એક જ દિવસમાં 1092 લોકોનાં મોત થયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 27,67,274 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં COVID-19ના હવે 6 લાખ 76 હજાર 514 એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ, 20 લાખ 37 હજાર 871 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 52,889 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.