બિહારમાં SIR એટલે કે મતદાર યાદી સુધારણા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટો સ્પષ્ટ કહ્યું છે કે, આધાર કાર્ડ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે એક માન્ય ઓળખ પત્ર છે, પરંતુ તેને નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય. કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, હવેથી આધાર કાર્ડને મતદાર નોંધણી માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવે. આ ચુકાદાથી મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.