ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહીસિક્કા કર્યા છે. તેનાથી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા.
ઇઝરાયેલના નાણાપ્રધાન બેજલ સ્મોટ્રિચ ૮થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને શહેરી અને આવાસપ્રધાન મનોહર લાલ સાથે પણ મુલાકાત કરશે.