‘‘સમગ્ર ગુજરાતમાં સોમવારે સવારે 5 વાગ્યાથી મંગળવાર સવારે 10 વાગ્યા સુધી LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાં 21 વર્ષમાં પહેલી વખત ગેસ સપ્લાય બંધ રહેવાની આ પ્રકારની સ્થિતિ સર્જાશે.’’ જો તમને પણ આ પ્રકારનો મેસેજ હોય જાણી લો કે આ એક અફવા છે. દહેજમાં ગેસ પાઇપલાઇનનું મેઇન્ટેનન્સની અફવા ફેલાઈ છે. ભરૂચ ગુજરાત ગેસે આ વિશેનો ખુલાસો કર્યો છે કે, આ પ્રકારની કોઈ માહિતી અમારી પાસે નથી.