ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સતત વિકટ બની રહી છે. ગત રોજ સરહદી તેમજ એર સ્પેસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે પણ મુહતોડ જવાબ આપ્યો છે. જોકે પાકિસ્તાન તરફથી તેમણે કોઈ પણ પ્રકારના હુમલા કર્યા નથી તેમ જણાવવામાં આવ્યું છે, જોકે સીમા પર પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આ દરમિયાન પાકિસ્તાનની સરહદી સીમાને અડીને આવેલ 4 રાજ્યો પૈકી એક ગુજરાત પણ છે જેમાં હુમલાઓ અને સરહદી હલનચલનની વધુ સંભાવના છે. તો ગુજરાતના સરહદી સીમાઓ ઓપરેશન સિંદુર બાદ ચોથા દિવસે શું થઈ રહ્યું છે તેની તમામ વિગતો અહીં જાણો.