કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જારી કરેલા આદેશમાં નાણામંત્રાલય હેઠળ આવતા રેવ્યૂ વિભાગને અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)માં પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ તથા પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્કમ ટેક્સને ટ્રાન્સફર સાથે નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ અમિત જૈનને ગુજરાતના પ્રિન્સિપલ સીસીઆઈટી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મુંબઈના પ્રિન્સિપલ સીસીઆઈટીનો હોદ્દો સંભાળનારા અમિત જૈનને તાકીદે ગુજરાત લવાયા છે. બીજી તરફ ગુજરાતમાં પ્રિન્સિપલ સીસીઆઈટી તરીકે ફરજ બજાવનારા પ્રીતમ સિંહને પ્રિન્સિપલ સીસીઆઈટી યુપી(ઈસ્ટ)નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે જ પતંજલિને પ્રિન્સિપલ સીસીઆઈટી મુંબઈનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.