Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. અમિત શાહે લખ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે, નરેન્દ્ર મોદીના દૂરંદેશી અને નિર્ણાયક નેતૃત્વથી ભારત આવી જ રીતે નિરંતર પ્રગતિ કરતું રહેશે. તેમણે મોદી 2.0ના આ પ્રથમ વર્ષને સફળ ગણાવ્યું હતુ.

અમિત શાહે કોઇના નામનો ઉલ્લેખ કર્યા વિના જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાની વાતનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે તેને એક ઐતિહાસિક ભૂલ ગણાવી હતી. જેને સુધારવામાં આવી. શાહે લખ્યું કે, નરેન્દ્ર મોદીએ આ 6 વર્ષના કાર્યકાલમાં અનેક ઐતિહાસિક ભૂલો સુધારવા સાથે જ 6 દાયકાની ખોટને ભરપાઈ કરીને વિકાસપથ પર અગ્રેસર એક આત્મનિર્ભર ભારતનો પાયો નાંખ્યો છે. આ 6 વર્ષનો કાર્યકાળ ગરીબ કલ્યાણ અને રિફોર્મના સમાંતર સમન્વયનું એક અદ્દભૂત ઉદાહરણ છે.

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદી પ્રમાણિક નેતૃત્વ અને અથાક પરિશ્રમનું પ્રતિબિંબ છે, જેના પર આજે પ્રજાને અતૂટ વિશ્વાસ છે. શાહે આગળ લખ્યું કે, આજે આ ઐતિહાસિક અવસર પર હું ગત 6 વર્ષમાં મોદી સરકારના સંદેશાવાહક બનીને સરકારની સિદ્ધીઓ અને જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડનારા કરોડો કાર્યકર્તાઓ અને તેમના અથાક પ્રયત્ન અને સંગઠન સમર્પણ માટે તેમને દિલથી આભાર વ્યક્ત કરૂં છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ