Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે વધુ એક ભરૂચના યુવાનને નિગ્રોએ લૂંટના ઇરાદે ગોળી ધરબી દઇ હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વાગરાના ભેંસલી ગામનો વતની અને પત્ની - બે સંતાનો સાથે વેન્ડામાં સ્થાયી થયેલાં યુવાનની હત્યાની ઘટનાથી ભેંસલી ગામે રહેતાં તેના પરિવારજનોમાં શોક ફેલાયો છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલાં ભેંસલી ગામનો જાવેદ ઇસાક મુસા પટેલ નામનો યુવાન 12 વર્ષ પહેલાં રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે ગયો હતો. વેન્ડામાં તે તેની પત્ની તેમજ બે પુત્રીઓ સાથે રહેતો હતો. અને એક દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે શુક્રવાર હોઇ તે જુમ્માની નમાઝ અદા કરવા માટે ઘરે આવવા માટે નિકળ્યો હતો. તેણે રસ્તામાં તેના સ્ટાફના મિત્રોને તેમના ઘરે ડ્રોપ કરી પોતાના ઘર આંગણે પહોંચ્યો હતો. ત્યાં લૂંટના ઇરાદે આવેલાં 3-4 નિગ્રોએ તેમની પાસેથી રૂપિયાની માંગણી કરતાં તેમણે તેમની પાસે રૂપિયા નહીં હોવાનું જણાવ્યું હતું. યુવાને રૂપિયા ના હોવાની વાત કરતા નિગ્રોએ જાવેદને ગોળી મારીને હત્યા કરી હતી.

ગોળીની અવાજ સંભળાતા આસ-પાસના લોકો દોળી આવ્યા હતા. જોકે, હત્યારાઓ ઘટના સ્થલેથી નાસી છૂટ્યા હતા. લોકોએ જાવેદને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ