બ્રિટનની એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા-ધમકાવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રિપોર્ટ સાથે સમિતિએ પુરાવા પણ રજૂ કર્યા છે. રિપોર્ટનું નામ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઇન ધ યુકે છે. જેમાં બ્રિટનમાં વિદેશી સરકારોની ગતિવિધિઓને માનવાધિકારો માટે જોખમી જણાવાયા છે. આ સાથે જ બ્રિટનની સરકારે તેના પર કાર્યવાહીની માંગ કરી છે.