દક્ષિણ ભારતના મહત્ત્વપૂર્ણ રાજ્ય તમિલનાડુના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKમાંથી હાંકી કાઢવામાં આવેલા AIADMK નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) એ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) થી અલગ થવાની જાહેરાત કરી. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને મોર્નિંગ વોક દરમિયાન મળ્યાના થોડા કલાકો પછી આ પગલું ભર્યું.