ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ઇસાનગર વિસ્તારના પકરિયા ગામના ખેતરમાં શુક્રવારે કુદરતી હાજતે ગયેલી ૧૩ વર્ષીય દલિત કિશોરીની જઘન્ય બળાત્કાર ગુજાર્યા પછી નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. કિશોરી ગામની સીમમાં આવેલા ખેતરમાં કુદરતી હાજતે ગયા બાદ લાપતા બની હતી. નજીકમાં આવેલા શેરડીના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોર બાદ મારી દીકરી લાપતા બની હતી. મોડી સાંજ સુધી તે ઘેર ન આવતાં અમે તેની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન શેરડીના ખેતરમાંથી તે મૃત અવસ્થામાં મળી આવી હતી. કિશોરીની આંખો કાઢી લેવામાં આવી હતી અને જીભ કાપી નાખવામાં આવી હતી. દુપટ્ટા વડે તેના ગળે ટૂંપો દેવાયો હતો.