હવે પાકિસ્તાને ગુજરાતની કચ્છ સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી.
ઘૂસણખોરીના પ્રયાસથી BSF વધુ સતર્ક બન્યું
આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.