શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 લોકોના મોત મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આજે મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી ભયાવહ આગમાં 8 લોકો ભડથું થઈ ગયાની કરૂણ ઘટનાના પડઘા દિલ્હી સુધી ગુંજયા હતા. જેના પગલે રાજ્ય સરકારે 2 IAS અધિકારીઓની કમિટી બનાવી ઘટનાના જવાબદારો સામે તપાસ કરી 48 કલાકમાં અહેવાલ આપવા આદેશ કર્યો હતો.
આ કમિટીએ FSL રિપોર્ટ, ઘટના સ્થળની મુલાકાત, પોલીસ તપાસ અને ફાયર અધિકારીઓના અભિપ્રાય સહિતના મુદ્દાઓ પર સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં હોસ્પિટલ ટ્રસ્ટીઓની બેજવાબદારી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ રિપોર્ટને પગલે રાજ્ય સરકારે ગુનો નોંધવા આપેલી સૂચનાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આરોપી ભરત મહંત વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારને 2 આઈએએસ અધિકારી જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંગ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ 8 કોવિડ દર્દીઓને ભરખી જનાર શ્રેય અગ્નિકાંડનો વિસ્તૃત તપાસનો અહેવાલ સોંપ્યો હતો. જે અહેવાલના અભ્યાસ બાદ રાજ્ય સરકારે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા અને નિવૃત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ન્યાયિક તપાસ કરાવવાના આદેશ સોમવારે આપ્યા હતા. જેના પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.