ઈલોન મસ્કની કંપની દ્વારા બનાવવામાં આવેલું એઆઈ ટુલ ગ્રોક હાલમાં ચારે તરફ ચર્ચામાં છે. તેના દ્વારા આપવામાં આવતા વર્ણનો અને તેના એનાલિસિસ કેટલાકને પસંદ પડી રહ્યા છે તો ક્યાંક મોટાપાયે વિવાદ ઊભો થઈ રહ્યો છે. આ તમામ વિરોધ અને વિવાદ વચ્ચે દુનિયાના એવા એઆઈ ટુલ ઉપર નજર કરીએ જેને દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે.
ChatGPT સૌથી વધુ ઉપયોગમાં લેવાતું AI ટુલ
ચેટિંગ માટે, સર્ચિંગ માટે, રાઈટિંગ માટે, ગ્રામર માટે, ફોટો એડિટિંગ, વીડિયો એડિટિંગ અને બીજા ઘણા કામ માટે એઆઈ ટુલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ એઆઈ ટુલ્સમાં સૌથી વધારે કયા માધ્યમો જાણીતા છે તે જાણવું રસપ્રદ છે.