Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે ચીને વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી છે. એક તરફ દક્ષિણ ચીની સમુદ્રમાં પગપેસારો શરૂ કર્યો છે, બીજી તરફ હિંદ મહાસાગરમાં પક્કડ મજબૂત કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. તેના ભાગરૂપે માલદિવ્સની નજીક ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ આદર્યું છે. ભારતથી 684 કિલોમીટરના અંતરે માલદિવ્સની જળસીમામાં ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ શરૂ કર્યું છે.

ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડીટ્રેસ્ફા સેટેલાઈટ ઈમેજના આધારે આ ખુલાસો થયો હતો. સેટેલાઈટ ઈમેજમાં જણાતું હતું એ પ્રમાણે ચીને માલદિવ્સની નજીક અને ભારતથી 684 કિલોમીટર દૂર ટાપુ બનાવવાનું શરૂ કર્યું છે.ચીને 2016માં જ આ વિસ્તારવાદી નીતિનો પાયો નાખી દીધો હતો. માલદિવ્સના ભારત વિરોધી પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીન પાસેથી 2016માં ચીની કંપનીઓએ 16 ટાપુ લીઝથી ખરીદ્યા હતા. હવે ચીન આ ટાપુઓની નજીક મોટા પાયે કૃત્રિમ ટાપુ બનાવીને હિંદ મહાસાગરમાં તેની શક્તિ વધારવાની પેરવી કરી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ