Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની રસી અને દવા શોધવામાં લાગી છે. જ્યાંથી આ મહામારી ફએલાઇ તે ચીન પણ આ માટેના પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનની પ્રથમ કોરોના વેક્સિનને પેટેંટ મળી ગયા છે. આ કોરોના રસીનું નામ Ad5-nCoV પવામાં આવ્યું છે. આ રસીને ચીની સેનાની મેજર જનરલ ચેન વેઇ અને CanSino Biologics Inc નામની કંપનીએ મળીને બનાવી છે. ચીન આ વેક્સીનના ત્રીજા સ્તરના ટ્રાયલનું પરીક્ષણ દુનિયાના અનેક દેશોની અંદર કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં આવશે તેવી સંભાવના છે.

ચીનની નેશનલ ઇંટેલેક્ચ્યુલ પ્રોપરર્ટી એડમિનિસ્ટ્રેશને આ પેટેંટ મળ્યાની જાણકારી આપી છે. આ પેટેંટ માટે 18 માર્ચના રોજ અનુરોધ કરાયો હતો અને 11 ઓગષ્ટના રોજ તેને મંજૂરી આપવામાં આવી છે. ચીની નિષ્ણાંતોનો દાવો છે કે ચીન સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીન આ રસીને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. 

ચીને જણાવ્યું છે કે આ રસીનું ત્રીજા સ્તરનું પરીક્ષણ ઘણું પ્રભાવી રહ્યું છે. જો પરિણામ સકારાત્મ આવ્યા તો રસીને બજારમાં મુકવામાં આવશે. આ રસીને હજુ સુધી મંજૂરી ભલે ના મળી હોય, પણ ચીને પોતાના સૈનિકોને આ રસી લગાવવાનું શરુ કરી દીધું છે. પીપલ્સ લિબરેશન આર્મીની મદદ વડે ટા પ્રમાણમાં આ રસી સૈનિકોને આપવામાં આવી રહી છે.

ચીની સેનાની મેડિકલ સાઇન્સની ચીફ ચેન વેઇએ આ રસી બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. ચીની અધિકારીઓનું કહેવું છે કે રસીના સંશોધન ને ઉત્પાદનમાં તેઓ અમેરિકાને સરળતાથી પાછળ છોડી દેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ