ભારતની સરકારી એવિએશન કંપની એર ઇન્ડિયા (Air India)ને બે સપ્તાહ માટે હોંગકોંગમાં ઉડાન ભરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીથી હોંગકોંગ(Hong Kong) માટે નિયમિત ઉડાન ભરતી એર ઇન્ડિયા (Air India) પર ચીની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આજ કારણે સોમવારે એર ઇન્ડિયાના વિમાનને હોંગકોંગ ન લઇ જવામાં આવી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી દિલ્હી પાછી આવતી ફ્લાઇટ પણ દિલ્હી ના આવી શકી. 14 ઓગસ્ટથી સંચાલિત એર ઇન્ડિયાની દિલ્હી હોંગકોંગ ઉડાનમાં 11 કોવિડ 19ના કેસ સામે આવ્યા હતા. જે પછી ચીની સરકારે હોંગકોંગ માટે એર ઇન્ડિયાની સેવાને પ્રતિબંધિત કરી છે.