Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં હાથ ધરાયેલા સિરો સર્વેનાં પરિણામો અનુસાર શહેરના ૫૧ ટકા લોકોમાં કોરોનાના એન્ટિબોડી હોવાની સંભાવના છે. પૂણે શહેરના પાંચ ગીચ વોર્ડમાં ૨૦ જુલાઇથી પાંચ ઓગસ્ટ સુધી સિરો સર્વે હાથ ધરાયો હતો. સર્વેનાં પરિણામો અનુસાર ૫૧.૫ ટકા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. સિરો સર્વે માટે પસંદ કરાયેલા પાંચ વોર્ડમાંથી ૧૬૬૪ સેમ્પલ લેવાયાં હતાં. આ પાંચ વોર્ડની કુલ વસતી ૩.૬૬ લાખ થવા જાય છે. આ સર્વેમાં પૂણે શહેરના એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનમાંથી એકપણ સેમ્પલ લેવાયું નહોતું. અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, પાંચ વોર્ડમાં ૩૬.૧ ટકાથી ૬૫.૪ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની સંભાવના છે. સર્વેમાં ઝૂંપડપટ્ટીથી માંડીને સોસાયટી, ફલેટ, બંગલા સહિતના તમામ પ્રકારની વસાહતોમાંથી પસંદગી કરી સેમ્પલ લેવાયાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ