જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની વધુ એક મોટી ઘટના સામે આવી છે જેમાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી કુદરતી હોનારતોનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં હવે રીઆસી અને રામબન જિલ્લામાં વાદળ ફાટયા બાદ ભુસ્ખલન થયું હતું. તાજેતરની આ હોનારતોમાં મૃત્યુઆંક વધીને ૧૩૦એ પહોંચ્યો છે, જ્યારે ૧૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત ૩૨થી વધુ મુસાફરો હજુ પણ ગૂમ છે.