કોરોના સામેની લડાઇમાં તબીબોનું ખૂબ મોટું યોગદાન છે. પરંતુ દુઃખની વાત એ છે કે કોરોના સામે લડતાં લડતાં તબીબોનાં મૃત્યુ પણ નોંધાયાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ દેશમાં તબીબોના થઇ રહેલા મૃત્યુ પરત્વે દુઃખ જાહેર કરતાં વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો છે. દેશમાં અત્યારસુધીમાં અંદાજે ૨૦૦ તબીબોના મૃત્યુ થયાં છે. તામિલનાડુમાં સૌથી વધુ ૪૩ તબીબોનાં મૃત્યુ નોંધાયાં છે. તે પછી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૨૩-૨૩ તબીબોનાં મૃત્યુ નોંધાયાં છે. દિલ્હીમાં પણ કોરોના વાઇરસ ૧૨ તબીબોને ભરખી ગયો છે.