કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં 1094 કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1094 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 77,663એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 19 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2767એ પહોંચ્યો છે. જ્યારે 1015 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 77.95 ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. આખા રાજ્યમાં ખાનગી અને સરકારી મળીને કુલ 62 લેબ કાર્યરત છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,217 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.