પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ગૃહ મંત્રી અમિત શાહના રોડ શોમાં હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને લોકોએ જય શ્રી રામના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા.
દરમિયાન ચાલુ રોડ શોએ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળના લોકો બદલાવ ઝંખી રહ્યા છે.અમિત શાહે રોડ શોની તસવીરો શેર કરી હતી.જેમાં હજારો લોકો ઉમટી પડેલા જોઈ શકાય છે.
આજે અમિત શાહના બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે.તેમની સાથે રોડ શોમાં કૈલાશ વિજયવર્ગીય અને પશ્ચિમ બંગાળ પ્રમુખ દિલિપ ઘોષ પણ સામલે થયા છે.આ રોડ શો માત્ર બે જ કિલોમીટરનો છે પણ આખા રુટ પર ઉમટી પડેલા હજારો લોકોના કારણે આ રોડ શો બહુ ધીમો ચાલી રહ્યો છે.કેટલાક લોકોનુ કહેવુ છે કે, લોકોની સંખ્યા એકાદ લાખને વટાવી ગઈ હોય તો નવાઈ નહી.