Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસ લદ્દાખની મુલાકાતે છે. તેઓની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને થલસેના પ્રમુખ, જનરલ એમ.એમ નરવણે પણ છે. તેમના બે દિવસીય યાત્રામાં LAC સાથે સાથે LoC પણ જવાનો કાર્યક્રમ છે. લદ્દાખમાં ભારતીય સેનાને સંબોધન કરતા રાજનાથ સિંહે વિશ્વાસ અપાવ્યો કે, ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈ કબ્જો નહીં કરી શકે.

રાજનાથ સિંહે ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈને કહ્યું કે, વાતચીત ચાલી રહી છે, તેનાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. જો કે, ક્યારે ઉકેલ આવશે તે કહી શકાઈ નહીં. પરંતુ વિશ્વાસ અપવા માંગુ છું કે, ભારતની એક ઈંચ જમીન પણ દુનિયાની કોઈ તાકત છીનવી નહીં શકે. તેના પર કબ્જો નહીં કરી શકે.

પોતાના ભાષણમાં રાજનાથ સિંહે કહ્યું કે, ભારત દુનિયનો એકમાત્ર દેશ છે, જેણે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. આપણે કોઈ પણ દેશ પર ક્યારેય આક્રમણ નથી કર્યું અને ના તો કોઈ દેશની જમીન પર કબ્જો કર્યો છે. ભારતે વસુધૈવ કુટુમ્બકમનો સંદેશ આપ્યો છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છે અશાંતિ નહીં.

રક્ષામંત્રીએ આજે પૂર્વ લદ્દાખ વિસ્તારમાં ચીન સાથે વિવાદિત સીમા ક્ષેત્રોમાં સૈન્યની તૈયારીની જમીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેની સાથે તેમણે સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી અને સેનાની ઓપરેશનલ તત્પરતાની સમીક્ષા પણ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ