રાજ્ય સરકારે નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે. નવી ઘોષિત થયેલ તમામ 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરવામાં આવ્યું છે. જૂની 6 અને નવી 9 મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, જેમાં લાખો મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે. રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવતી મનપા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે