નાટો (NATO)ના સેક્રેટરી જનરલ માર્ક રૂટે 15 જુલાઈ, 2025ના રોજ ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથેના આર્થિક સંબંધોને લઈને કડક ચેતવણી આપી હતી. રૂટે યુએસ સેનેટરો સાથેની બેઠક બાદ પત્રકારો સમક્ષ જણાવ્યું કે, જો આ ત્રણેય દેશ રશિયા સાથે વેપાર, ખાસ કરીને તેનું તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે, તો તેમના પર 100% ગૌણ (સેકન્ડરી) પ્રતિબંધો લાદવામાં આવશે. આ ચેતવણી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને અનુરૂપ છે, જેમાં તેમણે યુક્રેન-રશિયા યુદ્ધમાં 50 દિવસમાં શાંતિ કરાર ન થાય તો રશિયન નિકાસ ખરીદનાર દેશ પર 100% નો "કઠોર" ગૌણ ટેરિફ લાદવાની ધમકી આપી હતી.