ભારત બંધ ની ગુજરાત માં અસરો જોવા મળી રહી છે અને હાઇવે ઉપર ટાયરો સળગાવવા ની ઘટનાઓ બનતા પોલીસ ખાતું દોડતું થઈ ગયું છે અને આંદોલન ની આગ ગુજરાત માં ફરી વળે તે પહેલાં પોલીસે ધરપકડ નો દૌર શરૂ કરી દીધો છે.
પોલીસે અત્યાર સુધી માં જે કોંગી અગ્રણીઓ ની અટકાયત કરી છે તેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ની પણ અટકાયત કરાઈ છે ઉપરાંત ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની રાતેજ અટકાયત કરાઈ હતી જેઓ ને LCBએ લઈ જવાયા હતા ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત થઈ ચૂકી છે.
અમદાવાદ નજીક સાણંદમાં સવારે 7 વાગ્યે કેટલાક ખેડૂતો ની અટકાયત કરાઈ હતી.