ઈઝરાયેલે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઈઝરાયેલની એજન્સીઓએ અમેરિકાને પણ જાણ કર્યા વગર ખામનેઈને બોમ્બથી ઉડાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. એ વાત હવે ઈઝરાયેલે ખુદ કબૂલી છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કેટ્ઝે દાવો કર્યો કે અમે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈને શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ ક્યાંય ભાળ મળી નહીં. જો એ મારી નજરે ચડયા હોત તો અમે એને ચોક્કસ ઠાર મારી દેત. એ જ અમારું આયોજન હતું. ખામનેઈને એ બાતમી મળી ગઈ હતી એટલે તેમણે બંકરમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો. જો ક્યાંક બહાર છુપાયા હોવાની બાતમી મળી હોત તો અમે તેમને ઉડાવવા માટે આખી બિલ્ડિંગ ઉડાવી દીધી હોત.