કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે,’ દેશ જ્યારે પણ ભાવુક બન્યો છે, ફાઈલો ગુમ થઈ છે. માલ્યા હોય કે રાફેલ, નીરવ મોદી હોય કે ચોક્સી.. લાપતાની યાદીમાં ચીની ઘૂસણખોરી અંગેના દસ્તાવેજનો ઉમેરો થયો છે. આ જોગાનુજોગ નથી. મોદી સરકારનો લોકશાહી વિરોધી પ્રયોગ છે. સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી ચીની ઘૂસણખોરી સંબંધી દસ્તાવેજ દૂર કરવાને મુદ્દે રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘ચીનની સામે ઊભા રહેવાની વાત ભૂલી જ જાઓ. ભારતના વડા પ્રધાન તેનું નામ લેવાની હિંમત પણ નથી ધરાવતા. ચીન આપણા વિસ્તારમાં હોવાના તથ્યને નકારવાથી કે વેબસાઇટ પરથી દસ્તાવેજ દૂર કરવાથી તથ્ય બદલાઈ નહીં જાય.’