Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર અને પૂર્વ અફઘાનિસ્તાનમાં ભારે મોસમી વરસાદ પડવાને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અફઘાનિસ્તાનમાં દર વર્ષે વરસાદની સીઝનમાં પૂર આવે છે અને નબળા ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે અનેક લોકો મોતને ભેટે છે. ઉત્તર અને પૂર્વ અફઘાનિસ્તાનમાં ઉનાળા પછી ભારે વરસાદ પડે છે જેના કારણે પૂર આવે છે.

ઉત્તરી પરવાન પ્રાંતના પ્રવક્તા વહિદા શાહકરે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ પણ વધી શકે છે કારણે બચાવકર્મીઓ તૂટી પડેલા મકાનોના કાટમાળને હટાવવાનું કાર્ય કરી રહ્યાં છે.

શાહકરે વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે મધરાતથી પરવાન પ્રાંતમાં ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પ્રાંતીય હોસ્પિટલના વડા અબ્દુલ કાસીમના જણાવ્યા અનુસાર મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે. ઘાયલોની સ્થિતિ પણ ગંભીર બતાવવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ