કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલનને મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતાં રવિવારે જણાવ્યું હતું કે દેશે આઝાદી મળી તે પછી પહેલીવાર આવી અહંકારી સરકાર સત્તામાં આવી છે કે જેને અન્નદાતાની પીડા દેખાતી નથી. નવા કૃષિ કાયદાને બિનશરતી ધોરણે પાછા લેવા માગણી કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે,’લોકશાહીમાં જનભાવનાની અવહેલના કરનારી સરકારો અને નેતા લાંબો સમય રાજ નથી કરી શકતા.’ આંદોલનમાં જોડાઇને મૃત્યુને ભેટેલા દિવંગત ખેડૂતોને અંજલિ આપતાં તેમણે કહ્યું હતું કે,’ લાગે છે કે મુઠ્ઠીભર ઉદ્યોગપતિ અને તેમનો નફો સુનિૃીત કરવો તે જ સરકારનો એજન્ડા બની રહ્યો છે. હાડ કંપાવતી ઠંડી અને વરસાદમાં પોતાની માગણીઓના સમર્થનમાં અન્નદાતા ૩૯ દિવસથી વ્યથિત છે. તેમની સ્થિતી જોઇને દેશવાસીઓની સાથોસાથ મારા મનમાં પણ વ્યથા છે. આંદોલન પ્રતિ સરકાર ઉપેક્ષાભર્યું વલણ આપનાવી રહી હોવાથી ૫૦ થી વધુ ખેડૂત જીવ ગુમાવી ચુક્યા છે.