કાશ્મીરનાં બારામુલામાં સોમવારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાનો તેમજ એક પોલીસ અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા હતા. જો કે આતંકી હુમલા પછીનાં દોઢ કલાકમાં જ ભારતનાં જવાનોએ શહીદોની શહાદતનો બદલો લીધો હતો અને બે આતંકીઓને ઠાર કર્યા હતા. પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે આતંકીઓ દ્વારા એક નાકા પર સોમવારે સવારે સુરક્ષાદળો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૪ જવાનો શહીદ થયા પછી આર્મીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આતંકીઓ સંતાયા હોવાની બાતમી મળ્યા પછી મૂઠભેડ શરૂ થઈ ગઈ હતી. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં આ ઘટના બની હતી. શહીદ થયેલા સીઆરપીએફ જવાનોનાં નામ ખુર્શિદ ખાન તેમજ જીડી શર્મા લવકુશ સુદર્શન છે. કાશ્મીરમાં ૪ દિવસમાં પોલીસ પાર્ટી પર આ બીજો હુમલો કરાયો છે. આ અગાઉ શ્રીનગરનાં નૌગામ ખાતે પોલીસો પરના હુમલામાં બે જવાન શહીદ થયા હતા.