પ્રિયંકા ગાંધી વાડ્રાએ પક્ષનું સુકાન ગાંધી પરિવાર બહારની વ્યક્તિને સોંપવાની તરફેણ કરી છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા સોનિયા ગાંધીએ પોતાના મોટા ભાઇ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એ વાતને સમર્થન આપ્યું છે કે ગાંધી પરિવાર બહારની વ્યક્તિની કોંગ્રેસ અધ્યક્ષપદે નિમણૂક થવી જોઇએ. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘રાજીનામા પત્રમાં તો નહીં પણ ક્યાંક બીજે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધી પરિવારમાંથી કોઇ કોંગ્રેસ અધ્યક્ષ ના હોવું જોઇએ. હું તેમની સાથે સંપૂર્ણ રીતે સહમત છું. મને લાગે છે કે પક્ષે પોતાનો પથ પણ શોધવો જોઇએ.’ ‘ઇન્ડિયા ટુમોરો’માં આ દાવો થયો છે. અમેરિકી શિક્ષણવિદ અને લેખક પ્રદીપ ચિબ્બર અને હર્ષ શાહ દ્વારા લિખિત આ પુસ્તકનું ૧૩ ઓગસ્ટના રોજ પ્રકાશન થયું હતું. પુસ્તકમાં જણાવ્યા મુજબ પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે, ‘પક્ષના અધ્યક્ષ ભલે ગાંધી પરિવારના ના હોય તો પણ તે તેમના બોસ હશે.