ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે તાજેતરમાં જ એક ટ્વિટ કરીને ભારતના ‘બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સ’ અભિયાનની મજાક ઉડાવી. ટ્વિટમાં તેણે ચીનના કસ્ટમ ડિપાર્ટમેન્ટનો ડેટા શેર કર્યો હતો. જે ડેટા મુજબ ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સની આયાત વધી છે. ચીનના ડેટા મુજબ જૂનમાં ૪.૭૮ અબજ ડોલરનું એક્સ્પોર્ટ થયું અને જુલાઇમાં ૫.૬૦ અબજ ડોલરનું એક્સ્પોર્ટ કરવામાં આવ્યું છે. પણ ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો ડેટા ચીનના ડેટાને ખોટો સાબિત કરે છે. ભારતનો ડેટા જણાવે છે કે, જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં ભારતે ચીન પાસેથી ઇમ્પોર્ટ ઘટાડયું છે. આ વર્ષે ૬ મહિનામાં ભારતે ચીન પાસેથી ૧.૭૯ લાખ કરોડ રૂપિયાનો સામાન ઇમ્પોર્ટ કરાવ્યો છે જે ગત વર્ષની સરખામણીએ ૨૪% ઓછો છે.