Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના જયપુરમાં આસમાનમાંથી વરસાદરૂપી આફત વરસી હતી. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કેટલાક સ્થળે લોકો પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. જો કે એકબીજાના સહારે તેઓ બચી ગયા હતા. રાજસ્થાનના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. રાજસ્થાનના ૩ જિલ્લામાં ભારે વરસાદની ધારણા સાથે રેડ એલર્ટ અને ૨૩ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. આગામી ૩થી ૪ દિવસ આખા રાજ્યમાં મુશળધાર વરસાદ પડવાનો વરતારો જાહેર કરાયો હતો. દિલ્હી આગ્રા રોડ પર ચટ્ટાન તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જલ મહેલ વિસ્તારમાં માઠી અસર થઈ હતી. ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. ઘનધોર વાદળને કારણે દિવસે પણ અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી હતી. ૧ જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાનમાં ૧૮ ટકા ઓછો વરસાદ પડયો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ