મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહે જાહેરાત કરી હતી કે એમપીમાં સરકારી નોકરીઓમાં જ ફક્ત રાજ્યના યુવકોને જ નિયુક્ત કરાશે. તમામ સરકારી નોકરીઓમાં મધ્યપ્રદેશના ડોમિસાઇલ્સ માટે જગ્યાઓ અનામત રખાશે. આ માટે વહેલામાં વહેલી તકે કાયદો ઘડવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, મારા પ્રિય પ્રદેશવાસીઓ મારા ભાણેજ અને ભાણેજરૂના હિતને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે કે મધ્યપ્રદેશમાં હવે સરકારી નોકરીઓ ફક્ત મધ્યપ્રદેશના યુવકો અને યુવતીઓને જ આપવામાં આવશે. આ માટે જરૂરી કાનૂની જોગવાઈ કરાશે. રાજ્યનાં સંસાધનો પર રાજ્યનાં સંતાનોનો જ અધિકાર છે. જો કે નવો નિયમ ક્યારથી લાગુ પડશે અને બીજા રાજ્યોમાંથી આવેલા લોકો માટે શું નિયમો હશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. શિવરાજસિંહે કહ્યું હતું કે રાજ્યના દરેક લોકો માટે સિંગલ ડેટા બેઝ બનાવવામાં આવશે જેથી લોકોએ દરેક સ્કીમ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. સ્થાનિક યુવકોને ધોરણ ૧૦ અને ૧૨ના માર્કસને આધારે નોકરી માટે પસંદ કરાશે.